દ્વિજા જીગર મહેતા

બુધીયો બે પૈસા નો છોડ
રાહે રોશન ફૂલ છે
સવાર સમજીને ઘરે પણ આવે
ચા કોફી પરાણે બનાવડાવે
સંધ્યાથી સવાલ પુછાવે
મિત્ર…તું કોણ છે?
૪૨વર્ષે જવાબ મળ્યો.
“દ્વિજા” એટલે શું?
ચન્દ્ર ની કળા નહિ જ.
યજ્ઞ નો હોતા (આચાર્ય)
પોતાની જાતને બીજામાં
આરૂઢ કરી આપેલ જ્ઞાન થી
યજ્ઞમાં બીજા બ્રાહ્મણો થકીના
યજ્ઞ મંત્રો ના ઉદ્ગાનથી
હૂત દ્રવ્ય ના હોમાત્મક કાર્યથી
યજમાન દ્વારા
પોતાના યજ્ઞ નું ફળ મેળવે
ત્યારે મંત્રો બોલતા બ્રાહ્મણને
પોતાના મુખનું મંત્ર ગાન ગણાવા
આચાર્ય ખુદ બીજા બ્રાહ્મણોને
દ્વિજ રૂપે ઓળખાવે છે…
જેને મિત્ર ની વિશિષ્ટ કળા કહેવાય છે
યુરેનિયમ ના આઇસો ટોપ જગ પ્રસિદ્ધ છે.
સામે પક્ષે વિકિરણો ની હાનિ પણ નિશ્ચિત હોય છે
બચી જનાર મનુષ્ય કહેવાય છે…

જીગર મહેતા / જૈગીષ્ય

Leave a comment

Design a site like this with WordPress.com
Get started